વાંકાનેર શહેર ખાતે આવેલ પવિત્ર ગાયત્રી શક્તિપીઠ ખાતે હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના દર્દીઓની સેવા માટે 50 બેડનાં કોવીડ કેર સેન્ટર શરૂઆત કરવામાં આવી હતી જેમાં હવેથી નિઃશુલ્ક કોરોના રેપિડ ટેસ્ટની પણ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ત્યારે આ રિપોર્ટ માટે દોડધામ કરી રહેલા દર્દીઓ માટે હવે આ સુવિધા પણ અહીં મળી રહેશે…

વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ (જસદણ સિરામિક ગ્રૂપ) દ્વારા મોરબી સીરામીક એશો.ને રેપિડ કીટ મુદ્દે રજૂઆત કરાતા તાકીદે 500 રેપિડ કીટ આ કોવિડ સેન્ટરને અર્પણ કરાઈ હતી. હાલ કોરોના મહામારી વચ્ચે લોકોને આ એક ટેસ્ટ કરાવવા રૂ. 700થી 800 ખર્ચ કરવો પડે છે. તેને સ્થાને હવે ગાયત્રી શક્તિપીઠ કેર સેન્ટર ખાતે આ ટેસ્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. અને સાથે જ પોઝિટિવ આવતા દર્દીઓને અહિ ફ્રીમાં ક્વોરંન્ટાઈન અને વધુ સારવારની પણ સુવિધા આપવામાં આવી રહી છે…

ગાયત્રી શક્તિપીઠ કોરોના કેર સેન્ટરમાં પ્રગ્નેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ શૈલેષભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, મોરબી જીલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, ચેતન ગોસ્વામી, ઋષિભાઈ, ડૉ. એ. જે. મસાકપુત્રા, ડૉ. ધવલ રાઠોડ, ડૉ. મહેરીન પરાસરા, ડૉ. રવિરાજ મકવાણા, ગાયત્રી શક્તિપીઠ સંચાલક અશ્વિનભાઈ રાવલ, સ્વયંસેવકો રાહુલ જોબનપુત્રા, નરેન્દ્રભાઈ દવે, હર્ષભાઈ સહિતના સેવાભાવીઓ દ્વારા સતત ખડેપગે રહી સેવા આપવામાં આવી રહી છે.

આ સાથે અહિં રેપિડ ટેસ્ટ કીટ માટે આવતા તમામ નાગરિકોએ સંચાલન ટીમના ચેતન ગોસ્વામીના મોબઈલ નંબર 97233 60666 પર સંપર્ક કરી ટોકન નંબર મેળવી લેવા ગાયત્રી કોવીડ કેર સેન્ટર દ્વારા જણાવાયું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!