ગામના લોકોની સુરક્ષા કરવી અમારી પ્રાથમિક ફરજ : સરપંચ

વધતી કૉરોના મહામારીના કારણે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું લોકડાઉન…

વાંકાનેર વિસ્તારમાં કૉરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેના કારણે હોસ્પિટલમાં બેડ, ઑક્સિજન અને રેમડેસીવીર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ છે ત્યારે આ બાબતે ગંભીરતા સાથે સતર્કતા દાખવી વાંકાનેર તાલુકાના ગારીયા ગામના સરપંચ દ્વારા કોરોના સામે પ્રતિકાત્મક પગલાં ભરી સાચા લોકસેવકની ભુમિકા ભજવી છે. ગારીયા ગામના યુવા સરપંચની સરાહનીય કામગીરીથી આજે ગારીયા ગામમાં એક પણ કૉરોનાનો કેસ જોવા મળતો નથી…

કૉરોના જેવી વૈશ્વિક મહામારીથી બચવા ઘરે રહેવું એજ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જેમાં શરૂઆતના તબક્કામાં ગારીયા ગામમાં પણ કૉરોના વાઈરસે દેખા દીધી હતી અને કૉરોના ના વધતા કેસ ગામ લોકો માટે પણ ખતરારૂપ હતા ત્યારે ગારીયા ગામના જાગૃત અને કુશળ નેતૃત્વ ધરાવતા સરપંચ પુષ્પરાજસિંહ વાળા દ્વારા તાત્કાલિક ગામના નાગરિકોના સલાહ સૂચનો ધ્યાને રાખી ગામમાં અઢાર દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું.

લોકડાઉન અંતર્ગત ગામના લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું, દુકાને ભીડ કરવી નહીં, જરૂરી કામ સિવાય ગામની બહાર અવર-જવર કરવી નહીં, બહાર ગામના લોકોનો ગામની અંદર પ્રવેશ બંધી જેવા કડક નિયમો ઘડી અને જે લોકો આ નિયમોનો ભંગ કરે તેમના ઉપર 100 રૂપિયાનો દંડ પણ લાગુ કરવામાં આવ્યો હતો…

ગારીયા ગામના સરપંચ દ્વારા કરવવામાં આવેલ લોકડાઉનને ગામ લોકોએ પણ વધાવી લીધું હતું તેમજ ગામ લોકો દ્વારા પણ સંપૂર્ણ સહકાર મળતા આજે લોકડાઉનના અઢાર દિવસ બાદ ગારીયા ગામમાં એક પણ કૉરોના નો કેસ નથી. ગામના સરપંચની આવી જાગૃતતા અન્યો માટે પ્રેરણારૂપ અને બિરદાવવા લાયક છે. આ સાથે જ અઢાર દિવસના લોકડાઉન બાદ સરપંચ દ્વારા ગામની દરેક શેરી-ઘરને સેનીટાઇઝ પણ કરવામાં આવ્યા હતા. જેમાં ગામના યુવા કાર્યકરોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!