વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી ગેલેકસી ક્રેડીટ સોસાયટી સંસ્થામાંથી સભ્ય દ્વારા ધીરાણ લીધેલ હોય જેની બાકી રકમ સભ્યએ લાંબા સમય સુધી ભરપાઈ ન કરતા સંસ્થાએ બાકી ધીરાણની રકમની માંગણી કરતા આરોપી ઈસ્માઈલ મીમનજી શેરસીયાએ ફરીયાદી સંસ્થાને રૂ. ૧૨,૬૩,૦૦૦/- ચુકવણી કરવા ચેક આપેલ, જે ચેક બેન્કમાં વટાવવા નાંખતા વગર ચુકવ્યે પરત ફરતા બેંક દ્વારા આરોપી સામે વાંકાનેર કોર્ટમાં ફરીયાદ કરેલ જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને ફરીયાદીને વળતર ચુકવવાનો હુકમ ફરમાવેલ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરીયાદી ગેલેકસી ક્રેડીટ સોસાયટીએ આરોપી ઈસ્માઈલ મીમનજી શેરસીયાને ધંધાના વિકાસ માટે નાણાની જરૂરીયાત ઉભી થતા ગેલેકસી ક્રેડીટ કાર્ડ યોજના અન્વયે સ્માર્ટ ક્રેડીટ કાર્ડ મુજબ લોન આપેલ જેમાં આરોપીએ લોનની રકમ પરત ચુકવવા માટે ફરીયાદી સંસ્થાને રૂ. ૧૨,૬૩,૦૦૦ નો ચેક આપેલ. આ સદરહું ચેક ફરીયાદીએ જમા કરાવતા આરોપીના ખાતામાં અપુરતુ ભંડોળ હોય ચેક રીટર્ન થયેલ,
જેથી ફરીયાદીએ વાંકાનેરની એડી. ચીફ. કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ ફરીયાદ દાખલ કરતા
સદરહુ કેસની ટ્રાયલ ચાલતા આ કેસમાં ફરીયાદીના વકીલશ્રી એસ. વી. ૫૨ાસરા, શકીલ પીરઝાદા, એ. વાય. શેરસીયાનીની દલીલ અને ૨જુ પુરાવો ધ્યાને લઈ એડી. ચીફ કોર્ટના જજ પટેલ સાહેબે એન.આઈ.એકટની કલમ-૧૩૮ મુજબ આરોપીને દોષીત માની આરોપીને એક વર્ષની કેદની સજા તથા રૂ. ૧૨,૯૩,૦૦૦/- ફ૨ીયાદીને ચુકવવા તથા રૂ. ૧૭,૦૦૦|- લીગલ
એઈડ ફંડમાં જમા ક૨ાવવાનો હુકમ ફ૨માવેલ છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0