સરકારના મંત્રીએ 80% ધારાસભ્યો સચિન પાયલોટ સાથે હોવાનો દાવો કરતા માહોલ ગરમાયો….

રાજસ્થાન કૉંગ્રેસમાં અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે ચાલતો વિવાદ હવે ધારાસભ્યો સુધી પહોંચી ગયો છે. અશોક ગેહલોતે સમાચાર ચેનલ એનડીટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સચીન પાઇલટને ગદ્દાર કહ્યા હતા. જેમાં સચીન પાયલટે જવાબ આપતા કહ્યું કે તેઓ મને નકામો, નાલાયક અને ગદ્દાર વગેરે કહી રહ્યા છે, પરંતુ મારો ઉછેર જે રીતે થયો છે તેમાં આવા શબ્દોનો ઉપયોગ નથી કરાતો. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા પાઇલટે એમ પણ કહ્યું છે કે આ રીતે નામ લઈને કાદવ ઉછાળવાથી અને આરોપો લગાવાથી બહુ કંઈ મળવાનું નથી. જોકે હવે બંને નેતાઓ વચ્ચેની નિવેદનબાજી હવે બે જૂથ વચ્ચેના સંઘર્ષમાં ફેરવાઈ રહી છે….

આજે સવારે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા રાજસ્થાન સરકારના મંત્રી આરએસ ગુઢાએ દાવો કર્યો કે રાજસ્થાનના 80 ટકા ધારાસભ્યો સચીન પાઇલટની સાથે છે. તેમણે કહ્યું, “ગેહલોત ખુરશી પર એટલા માટે બેઠા છે કે કૉંગ્રેસ હાઈકમાન્ડનો તેમના પર હાથ છે. મારું કહેવું છે કે સામસામે મુકાબલો થવો જોઈએ. જો રાજ્યના 80 ટકા ધારાસભ્યો સચીન પાઇલટ સાથે ન આવે તો અમે અમારો દાવો છોડી દઈશું. અશોક ગેહલોત સચિન પાયલોટને નકામા, ખરાબ અને બીજું ઘણું બોલતા રહે છે. પરંતુ હું તમને જણાવી દઉં કે રાજસ્થાનના સ્વાસ્થ્ય માટે તેમનાથી સારો કોઈ નેતા હોઈ જ ન શકે.

આવું પહેલી વાર નથી થયું કે સચીન પાઇલટ અને અશોક ગેહલોતના જૂથ આ રીતે ખુલ્લેઆમ આમને-સામને આવ્યા હોય. અગાઉ કૉંગ્રેસ પ્રમુખપદ માટેની ચૂંટણી દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. બે વર્ષ પહેલાં જૂન 2020માં સચીન પાઇલટ અને અશોક ગેહલોત વચ્ચે તકરાર થઈ હતી. ત્યારે સચીન પાઇલટે ખુલ્લેઆમ ગેહલોત સામે બળવો પોકાર્યો હતો….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

 

error: Content is protected !!