કેન્દ્ર સરકાર દ્વારા નવાં વર્ષથી ફુટવેરની તમામ વસ્તુઓના જી.એસ.ટી દરમાં વધારો થતા વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા તેનો સખત વિરોધ કરી આજે બંધ પાડવામાં આવ્યું હતું અને સાથે જ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવતા વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી બાબતે તાત્કાલિક ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી હતી…..
કોરોના કાળ બાદ બજારમાં ઘોર મંદી આવી છે ત્યારે મોટાભાગના નાના વેપારીઓ અને ઉદ્યોગો આર્થિક સંકડામણ અને મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા નવા વર્ષની ફુટવેરના જીએસટી દરમાં 5% થી વધારો કરી 12% કરતાં વાંકાનેર ફુટવેર એસોશીયેશન દ્વારા તેનો વિરોધ કરી આજે તમામ વેપારીઓએ બંધ પાડ્યું હતું.
આ સાથે જ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતાં જણાવ્યું હતું કે, ફુટવેરમાં જી.એસ.ટી. 5 ટકા માંથી 12 ટકા થવાથી નાના, મધ્યમ ખેડુત વર્ગ અને મજુર માણસોને મોંઘવારીનો માર ઘણો જ વધારે સહન કરવો પડશે. 85 ટકા વર્ગ મજુર માણસ,ખેડુત વર્ગ, મધ્યમવર્ગ,એક હજાર રૂપિયાની કિંમતથી નીચેના પગરખા પહેરે છે. જેમાં જી.એસ.ટી દર વધતા પગરખા ઘણા મોંઘા થઈ જશે.જેનાથી ખેડુત વર્ગ અને મજુર માણસોને જીવન જરૂરી ચીજ-વસ્તુ પર કાપ મુકવો પડશે…
હાલ કાચા માલ સામાનમાં પણ 20 થી 25 ટકાનો ભાવ વધારો થઇ ગયો છે અને હવે સરકાર તરફથી ફૂટવેરમાં 5 થી 12 ટકાનો જી.એસ.ટી.વધારો કરવામાં આવેલ છે.આ વધારાથી પગમાં પહેરવાના પગરખા ઘણા જ મોંઘા થઇ જશે તો મધ્યમવર્ગ કે સામાન્ય માણસ આ પગરખા પહેરી તથા લઇ શકશે નહી. તેથી, ફુટવેર વેપારી એસોશીયેશન દ્વારા સરકાર તરફથી જે 12 ટકા જી.એસ.ટી.નો વધારો કરવામાં આવેલ છે તે રદ કરી જૂનો જી.એસ.ટી. દર 5 ટકા યથાવત રાખે તેવી નાયબ કલેક્ટરને અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Bdw7CsNxeiFGt9vhUwYV5I