વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવવામાં આવતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતાં ત્રણ મહિલા સહિત કુલ છ શખ્સોને રોકડ રકમ કુલ રૂ. 35,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ ખાતે રહેતા ગોપાલભાઈ છગનભાઈ રાઠોડના ગામની સીમમાં આવેલ કબ્જા ભોગવટા વાળા ખેતરની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા ૧). ગોપાલભાઈ છગનભાઈ રાઠોડ, ૨). રાજુભાઈ કરસનભાઈ ધોરીયા (રહે. સરોડી), ૩). લખમણભાઇ ધીરુભાઈ કુમખાણિયા (રહે. રામપરા),

૪). મધુબેન દિનેશભાઈ પંચાળા (રહે. રાજકોટ), ૫). ગીતાબેન મેરકુભાઈ ધાંધલ (રહે. જુનાગઢ) અને ૬). ભાવનાબેન ઉર્ફે અંજલીબેન માધાભાઈ રાઠોડ (રહે. જુનાગઢ)ને રંગે હાથે ઝડપી પોલીસે તમામ જુગારીઓ પાસેથી રોકડ રકમ રૂ. 35,400 હાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગારધારા કલમ 4, 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!