મુસ્લિમ યુવાનને હિન્દુ નામ‌ ધારણ કરી મહિલા સાથે છેતરપિંડી કરી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેરમાં ગઇકાલે ઈકો ચાલક સાથે પ્રેમ પ્રકરણ મામલે મહિલાના પતિ સહિતના પરિવારજનોએ યુવાનને લમધારી નાંખતા બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ બનાવમાં નવો વણાંક આવ્યો છે, જેમાં ચાર સંતાનના પિતા ઈકો ચાલકએ હિન્દુ નામ ધારણ કરી બે સંતાનની માતા એવી હિન્દુ પરિણીતા સાથે છેતરપિંડી કરી દુષ્કર્મ આચર્યું હોવાની વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામના ઇકો કાર ચાલક ચાર સંતાનના પિતા રફીકભાઇ ઇબ્રાહીમભાઇએ રવી ગઢવી નામ ધારણ કરી વાંકાનેરની બે સંતાનની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી. જેમાં પરિણીતા ધંધાના કામકાજ અર્થે અવારનવાર રાજકોટ રફીક નામના શખ્સની કારમાં જતી હોવાથી બન્ને વચ્ચે પ્રેમાંકુર ફુટ્યા હતા. જેમાં યુવકે પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી પોતાનું સીમ કાર્ડ આપ્યું હતું, જેમાં બંને વાતો કરતા હતા…

આ બનાવમાં આરોપી રફિકે રસ્તામાં ઠંડા પીણામાં કોઈ કેફી દ્રવ્ય પીવડાવીને બેભાન કરી પરિણીત મહિલાના બિભત્સ ફોટા તથા વિડિયો ઉતારી બાદમાં મહિલાને બતાવી બ્લેકમેઈલ કરી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પરિણીતાએ વાંકાનેર સિટી પોલીસમાં નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં આરોપી યુવકે પણ મહિલાનિ પતિ સહિતના ચાર શખ્સો સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt

error: Content is protected !!