વાંકાનેરની અમદાવાદ જેવા મેગા સીટી ખાતે પ્રથમ હોસ્પિટલ ક્લીયોન ગ્લેમરીટ્ઝનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો, વાંકાનેર વાસીઓ ગદગદિત….

વાંકાનેર વિસ્તારમાંથી ઘણા બધા ડોક્ટરો ગુજરાત ભરના અન્ય શહેરોમાં ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં સર્વિસ કરે છે પરંતુ વાંકાનેર વિસ્તાર માટે ગૌરવ સમાન અને કોવિડ જેવા કપરા સમયમાં પોતાની સેવા આપી દર્દીઓની વહારે આવનાર ડર્મેટોલોજીસ્ટ ડો. આસીફ ખોરજીયા દ્વારા ગત તા. 31/10/21 ના રોજ અમદાવાદ ખાતે ભવ્ય હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે…

અત્રે ઉલ્લેખનીય છે કે ડો. આસીફ ખોરજીયા દ્વારા કોરોના મહામારી જેવા કપરા સમયમાં વાંકાનેર ગેલેક્સી કોવિડ સેન્ટર અને અમદાવાદના જુહાપુરામાં કોવિડ સેન્ટરમાં સેવા આપી દર્દીઓની વહારે આવ્યા હતા જે બાદ હવે તેમણે અમદાવાદ જેવા મેગા સીટીમાં હેર ટ્રાન્સપ્લાન્ટ અને તમામ પ્રકારની સ્કીન ટ્રીટમેન્ટ માટે અતિ આધુનિક સાધનો તેમજ તમામ સુવિધાઓ સાથેની ભવ્ય ક્લીયોન ગ્લેમરીટ્ઝનો હોસ્પિટલનો અમદાવાદના હાર્દ સમા વિસ્તારોમાં શુભારંભ કરવામાં આવ્યો છે…

વાંકાનેર જેવા નાના સેન્ટરમાંથી અમદાવાદ જેવા મોટા શહેરોમાં પ્રથમ હોસ્પિટલની શરૂઆત કરવા બદલ ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ડો. આસીફ હુસેનભાઈ ખોરજીયાને ખુબ ખુબ શુભકામનાઓ….

ક્લીયોન ગ્લેમરીટ્ઝ
હેર ટ્રાન્સપ્લાન્ટ
સ્કીન & કોસ્મેટિક હોસ્પિટલ
ડો. આસીફ ખોરજીયા
ડર્મેટોલોજીસ્ટ
સાર્થીક અનેક્સ, બીજા માળે, ગુલમહોર પાર્ક મોલની બાજુમાં, ઈસ્કોન ક્રોસ રોડ, સેટેલાઈટ, અમદાવાદ




