વાંકાનેર શહેરમાં એકતા ગ્રુપ દ્વારા લાંબા સમયથી બીનવારસી લાશોની તેમના ધર્માનુસાર અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો સાથે મળી આ સેવા કાર્ય ચલાવે છે, જેમાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે અજાણ્યા વાહનની હડફેટે મોતને ભેટેલા અજાણ્યા પુરૂષની પણ આજે તેના ધર્માનુસાર અંતિમ વિધિ કરવામાં આવી હતી….

ગઈકાલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા વ્યક્તિનું એક વાહન અડફેટે આવી જતા કમકમાટી ભર્યુ મોત થયું હતું. જેથા આ બનાવની જાણ વાંકાનેર એકતા ગ્રુપને થતાં વાંકાનેર પોલીસ સ્ટાફને સાથે રાખી સિવિલ હોસ્પિટલ ખાતે લાશની પોસ્ટમોર્ટમની પ્રક્રિયા કરાવ્યા બાદ આ બીનવારસી લાશની તેના રીત રિવાજ પ્રમાણે અંતિમવિધિ કરાવામાં આવી હતી…

આ તકે એકતા ગ્રુપના બિપીનભાઈ દોશી, સરફરાઝ મકવાણા, ઋષીભાઈ જોબનપુત્રા, કિશોરભાઈ ગોસ્વામી, ગફારભાઈ મંત્રી, રફીક ચૌહાણ, અમિત ભટ્ટ, યાસીન ખલીફા સહિત ગ્રુપના અન્ય સભ્યો હાજર રહ્યા હતા….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!