મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ તેના પુત્રની ગત બુધવારે મોડી રાત્રે ઘરમાં ઘૂસીને પાંચ શખ્સોએ ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી જે બનાવમાં ગઈકાલે મોરબી પોલીસે બેવડી હત્યાને અંજામ આપનાર પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ હત્યાની કબૂલાત આપી ચૂંટણીની વેરઝેરની આગમાં આ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું…

બનાવ અનુસંધાને ડીવાયએસપી રાધીકા ભરાઇએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણી ફારૂકભાઈ ઇબ્રાહિમભાઈ મોટલાણી ગત તા.15 સપ્ટેમ્બરની રાત્રે પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા. ત્યારે રાત્રીના પોણા બાર વાગ્યાની આસપાસ તે જ વિસ્તારમાં રહેતા પાંચ શખ્સો છરી, ધારીયા જેવા ઘાતક હથિયારો સાથે તેમના ઘરમાં ઘુસી અને ફારૂકભાઈ અને તેમના પરિવારજનો કઈ સમજે વિચારેએ પહેલાં પ્રિ-પ્લાન કરીને આવેલા પાંચેય શખ્સો ફારૂકભાઈ મોટલાણી અને તેમના પુત્ર ઈમ્તિયાઝભાઈ ઉપર છરી, ધારીયા સાથે તૂટી પડ્યા હતા અને પિતા-પુત્રની ક્રુરતા પૂર્વક હત્યા કરી અને પાંચેય આરોપીઓ બાઈક ઉપર નાસી છૂટ્યા હતા…

બેવડી હત્યાની ઘટના અંગે મૃતક ફારૂકભાઈના પત્ની રજીયાબેન મોટલાણીએ દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર જાકબ ભટ્ટી, જુસા જાકબ ભટ્ટી, આસિફ સુમરા અને મોઇન હાસમ દાવલિયા ઉર્ફે લાલો પિંજરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અગાઉ ચૂંટણીના વેરઝેરમાં ઉપરોકત પાંચેય શખ્સોએ એક સંપ કરી પોતાના પતિ અને પુત્રને છરી, ધારીયા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આથી હત્યારાઓને ઝડપી લેવા બી ડિવિઝન, એલસીબી, એસઓજી સહિતની જિલ્લાભરની પોલીસની સાતેક ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી અને પોલીસની સતત તપાસ વચ્ચે પાંચેય આરોપીઓને ઝડપી લેવાની સફળતા મળી હતી…

જેમાં પોલીસે વીસીપરા વિસ્તાર પાસેથી આરોપીઓ ડાડો ઉર્ફે દાદુ ઉર્ફે રફીક તાજમહંમદ જેડા, અસગર જાકમ ભટ્ટી, જુસબ જાકમ ભટ્ટી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે આરોપી આસિફ સુમરાને બરોડાથી ઝડપી લેવાયો હતો. આરોપીઓની પૂછપરછમાં તેમનો ગુન્હાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો. જેમાં આ તમામ આરોપીઓ લૂંટ, મારામારીના ગુન્હામાં સંડોવાયેલા હોય રીઢા ગુનેગાર હોવાનું પણ ખુલ્યું હતું…

પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ફારૂકભાઈ અગાઉ મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ હતા તે વખતે નગરપાલિકાની કોઈ ચૂંટણી દરમિયાન ફારૂકભાઈને આરોપીઓ સાથે માથાકૂટ થઈ હતી અને આરોપીઓના મનમાં ચૂંટણીના વેરઝેરની આગની જ્વાળા ધખતી હોય તેના ખારમાં જ ફારૂકભાઈ અને તેના પુત્રને રહેંસી નાખ્યા હતા. જે બાદ હાલ પોલીસે તમામ આરોપીઓની કડક પુછપરછ શરૂ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

 

error: Content is protected !!