સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દર વર્ષે પદવીદાન સમારોહ યોજાઇ છે જેમાં શ્રેષ્ઠ માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ-સર્ટીફિકેટ-મેડલ આપી સન્માનિત કરવામાં આવે છે જેમાં આ વખતે વાંકાનેરની શ્રી દોશી કોલેજની બે વિદ્યાર્થીનીઓને ત્રણ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ, પરિવાર તેમજ વાંકાનેર નું નામ રોશન કર્યું છે….
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ વખતેના પદવીદાન સમારોહમાં વાંકાનેરની દોશી કોલેજની વિધાર્થિની સાજમીન ઈસ્માઈલભાઈ બાદી (ગામ : ટોળ , તા: ટંકારા )એ ગુજરાતી વિષયમાં બે ગોલ્ડ મેડલ અને વર્ષા વાલજીભાઈ ધવલ (ગામ : ભાયાતી જાંબુડીયા, તા : વાંકાનેર )એ અર્થશાસ્ત્ર વિષયમાં એક ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
જેમાં બંને વિદ્યાર્થીનીઓને તા.1/2/2022 ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 56 માં દીક્ષાંત સમારોહમાં બંને વિદ્યાર્થીનીઓને ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબના વર્ચ્યુઅલ આશીર્વાદથી અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાધણી અને કુબેરભાઈ ડીંડોરના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા…