પોલીસ દ્વારા શંકાસ્પદ કારનો ફિલ્મી ઢબે પીછો કરી 216 બોટલ વિદેશી દારૂની ઝડપી લીધી, એક આરોપી ઝડપાયો અને એક ફરાર….
મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક કારનો ફીલ્મીઢબે પીછો કરી તેમાંથી 216 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો સાથે જ પોલીસે સ્થળ પર એક આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ. આર. ગોઢાણીયાની સૂચના મુજબ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ ફુગીયાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે પસાર થતી એક ઇકો કાર નં. GJ 13 AB 6799 નો ફિલ્મી ઢબે પીછો કરી,
કાર રોકાવી ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 216 બોટલ મળી આવી હતી જેથી પોલીસે રૂ. 81,000 ના દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ. 2,86,000 ના મુદ્દામાલ સાથે આરોપી નવાજભાઇ ઇસુબખાન બાઉદીનભાઇ મહેલાણી/બ્લોચ (ઉ.વ. 20, રહે. ચોટીલા)ને ઝડપી લીધો હતો…
આ જ બનાવમાં સ્થળ પરથી પોલીસને જોઈને નાશી ગયેલ આરોપી મીતેશભાઇ બટુકભાઇ રાજગોર (રહે. ચોટીલા) સામે પણ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W