વાંકાનેર શહેર ખાતે આવેલ દોશી કોલેજ ખાતે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ દેશની રક્ષા માટે વિવિધ ફિલ્ડમાં જઈ શકે તેથી ફિઝિકલ ફિટનેસ તેમજ રનીંગમાં સારુ પરફોર્મન્સ બતાવી શકે તે માટે રોજ સવારે ૬:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન નિસ્વાર્થ ભાવે કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં ઘણા વિદ્યાર્થીઓ હાલ ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે. અને હાલમાં પોલીસ કોન્સ્ટેબલનું જે ફાઇનલ લિસ્ટ જાહેર થયું તેમાં એન.સી.સી. કેડેટ તેમજ દોશી કોલેજમાં તાલીમ લીધેલા આઠ વિદ્યાર્થીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ માટે સિલેક્ટ થયા છે….
વાંકાનેર શહેરની દોશી કોલેજના વિદ્યાર્થી ૧). બલદેવ પરબતભાઈ ડાભી, ૨). અજય વાલજીભાઈ દલસાણીયા, ૩). દિગ્વિજયસિંહ મહાવીરસિંહ રાણા, ૪). લકીરાજસિંહ દિપસિંહ ઝાલા, ૫). ધર્મરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ૬). વિહાર દિનેશભાઈ ભાલસોડ,
૭). શિવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, ૮). કુલદીપસિંહ લગધીરસિંહ રાયજાદા પોલીસ ડિપાર્ટમેન્ટ માટે સિલેક્ટ થયા છે. આ તમામ વિદ્યાર્થીઓને દોશી કોલેજના કેપ્ટન ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબે માર્ગદર્શન અને યોગ્ય તાલીમ પુરી પાડી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR