છેલ્લા થોડા સમયથી વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગ સક્રિય બની હોય તેવો ઘાટ સર્જાયો હતો જેમાં મધરાત્રિના વાંકાનેર વિસ્તારમાંથી બે ઈકો કારની ચોરી કરવામાં આવી હતી, આ વાહન ચોર ગેંગનો પોલીસે પર્દાફાશ કરી બે ચોરાઉ ઈકો કાર સાથે એક શખ્સને ઝડપી પાડી આ ગેંગના અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય અગાઉ વાંકાનેર શહેરમાંથી એક મારૂતી કંપનીની ઈક્કો ગાડી રજી.નંબર GJ 36 R 6911 જેની કિંમત રૂ. ચાર લાખ તેમજ અન્ય એક મારૂતી કંપનીની ઈક્કો ગાડી નંબર GJ 36 F 1053 જેની કિંમત રૂ. ત્રણ લાખ ચોરી કરવામાં આવી હતી. આ ગુનામાં વાંકાનેર સીટી પોલીસે બંને ચોરાઉ ઈકો કાર સાથે એક શખ્સને ઝડપી પાડી બનાવનો ભેદ ઉકેલ્યો હતો….
બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ચોરાઉ ઇકો કાર સાથે નિમ્બારામ હરૂરામ સુરતારામ ભાખલા (રહે. હાલ હશનપર નાલાની બાજુમા, નવા બનેલ કારખાનાંની મજુરની ઓરડીમાં, તા.વાંકાનેર, મુળ રહે. મલવા,રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી ઓમપ્રકાશ ભુરારામ જાણી, (રહે. ચીબી, રાજસ્થાન) ને ફરાર દર્શાવી તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે…
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં પીઆઇ કે. એમ. છાસીયા, પીએસઆઇ, એચ. ટી. મઠીયા, એ.એસ.આઈ ભુપતસિંહ પરમાર, હેડ કો. યશપાલસિંહ પરમાર, પંકજભાઈ નાગલા, હરદીપસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર જયેન્દ્રસિંહ ઝાલા, પોલીસ કો. દીવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ ઝાલા, અક્ષયસિંહ ઝાલા તથા ધર્મરાજભાઇ ગઢવી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR