સમગ્ર દેશમાં ભ્રમણ કરી તમામ કોમી એકતાના માટે સક્રિય નાયબ દિવાન વાંકાનેર પહોંચ્યા, મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત સાથે સત્કાર્યા….
સમગ્ર દેશના હિન્દુ-મુસ્લિમ નાગરિકો માટે આસ્થાના પ્રતિક સમાન પ્રખ્યાત સુફી સંત હઝરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ-અજમેરના નાયબ દિવાન આજરોજ વાંકાનેર શહેર ખાતે આવેલ ખાનકાહ-એ-હુશેની મીરૂમીયા બાવા દરગાહની મુલાકાતે આવ્યા હતા, જેને મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત સાથે આવકારી સત્કાર્યા હતા….
અજમેર દરગાહના નાયબ દિવાન સુફી સૈયદ નસરૂદ્દીન ચિશ્તી સમગ્ર દેશમાં ભ્રમણ કરી દેશમાં કોમી એકતા અને અખંડિતતા માટે દરેક ધર્મના લોકો સાથે મળી ઈન્ટરફેથ સેમિનાર યોજી રહ્યા છે. ત્યારે તેઓ આજે વાંકાનેર શહેર ખાતે આવેલ ખાનકાહ-એ-હુશેની, મીરૂમીયા બાવા દરગાહની મુલાકાતે પધાર્યા હતા, જેમાં તેમની પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ હઝરત મીર સાહેબ, વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા તથા સમગ્ર પીરઝાદા પરીવાર અને મુસ્લિમ બિરાદરોએ ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા….
અકબર બાદશાહના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ અજમેર દરગાહના દિવાનના હોદ્દાને સરકારી પ્રોટોકોલ સાથે નાયબ દિવાન નશરૂદ્દીન ચિશ્તીએ આ તકે તેઓએ વાંકાનેર શહેર ખાતે આવેલ ખાનકાહ-એ-હુશેની સંચાલિત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ વિશે માહિતી મેળવી તેમની આરોગ્ય, ધાર્મિક, શિક્ષણ સહિતની વિવિધ માનવ સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી અન્ય ખાનકાઓ માટે પ્રેરણા રૂપ દર્શાવી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR