મૃતક યુવક અને યુવતીની તાજેતરમાં જ સગાઈ થયેલ અને લગ્ન પણ ટુંક સમયમાં જ થવાના’તા : બનાવ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો….
વાંકાનેર શહેર નજીક દલડી રેલ્વે યાર્ડ પાસે આજે બપોરના સવા વાગ્યાની આસપાસ એક યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેમાં મૃતક યુવક-યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થયેલ હોય અને લગ્ન પણ ટુંક સમયમાં જ હોય છતાં બંનેએ સજોડે આપઘાત કરી લેતા બંનેના કમકમાટી ભર્યા મોત થયા હતા…
બનાવની રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક દલડી રેલ્વે યાર્ડ કી. મી. નંબર 687/4-5 પાસે આજે બપોરના 1:15 વાગ્યાની આસપાસ એક યુવક-યુવતીએ ત્યાંથી પસાર થતી અમદાવાદ-સોમનાથ ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો, જેમાં બંને ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતાં.
બનાવની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનનું નામ વિજય ગોરધનભાઈ ગોંડલીયા(ઉ.વ. 26, રહે. ગાંગીયાવદર) અને મૃતક યુવતી થાન તાલુકાના ઊંડવી ગામની હોવાનું જાણવા મળેલ છે જેમાં બન્નેની તાજેતરમાં જ સગાઈ થઈ હોય અને લગ્ન પણ બે મહિના બાદ જ હોય છતાં બંનેએ કોઈ અગમ્યકારણોસર ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો…
બનાવ અનુસંધાને હાલ રેલ્વે પોલીસ દ્વારા આકસ્માત મૃત્યુ નોંધ કરી કરી અને મૃતક યુવક-યુવતીએ ક્યા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ વાંકાનેર રેલવે આઉટ પોસ્ટના એએસઆઇ ઇન્દ્રજીતસિંહ ઝાલા દ્વારા શરૂ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W