વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા અંદાજે 13 જેટલા ખેડૂતોની વાડીઓમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટક્યા હતા અને ખેડૂતોની કેબલ‌ તથા સ્ટાટર જેવા સમાનની ચોરી કરી અને ખેડૂતોની વાડીમાં નુકસાન કરી ફરાર થઈ ગયા હતા, જેથી બનાવ અનુસંધાને આજે નુકસાનગ્રસ્ત ખેડૂતોએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામની સીમમાં વાડી ધરાવતા 13 જેટલા ખેડૂતોની વાડીમાં ગતરાત્રીના અજાણ્યા તસ્કરોએ તરખાટ મચાવી અને મોટરના કેબલ તથા સ્ટાટરની ચોરી કરી અને ખેડૂતોની પાણીની લાઈન તથા અન્ય ચીજવસ્તુઓમાં નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયા હતા….

આ બનાવમાં તસ્કરોએ દિઘલીયા ગામના ખેડૂત ૧). કરમશીભાઈ ધોરીયા, ૨). માહમદ જલાલ શેરસીરા, ૩). સાજીભાઈ વકાલીયા, ૪). મગનભાઈ ધોરીયા, ૫). માહમદ અબ્દુલ શેરસીયા, ૬). યુનુશ હબીબ શેરસીયા, ૭). અબ્દુલ અલીભાઈ શેરસીયા, ૮). માહમદ અલીભાઈ શેરસીયા,

૯). ઈરફાન ઉસ્માનભાઈ વકાલીયા, ૧૦). હનીફ નુરમામદ શેરસીયા, ૧૧). અયુબ‌ અલીભાઈ બાદી, ૧૨). મહેબૂબ અલીભાઈ વકાલીયા, ૧૩). અબ્દુલભાઈ શેરસીયાની વાડીને નિશાન બનાવી અંદાજે 900 થી 1000 ફુટ કેફલની ચોરી કરી વાડીમાં અન્ય વસ્તુઓમાં નુકસાન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!