વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ મીલેનીયમ કારખાનામાં કામ કરતાં ટ્રેક્ટર ચાલકે બેદરકારી પૂર્વક પોતાનું વાહન રિવર્સ લેતા એક ચાર વર્ષનું બાળક ટ્રેકટરના વ્હીલ નીચે આવી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ટ્રેકટર ચાલકે સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ મીલેનીયમ કારખાનામાં રહેતા વિનોદભાઈ કાલુસિંહ વાનીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ટ્રેક્ટર નં. GJ 36 AC 4208 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી મિલેનિયમ કારખાનાના સ્પ્રેડાયર વિભાગમાં પોતાની પત્ની સાથે મજૂરી કામ કરતા હોય ત્યારે તેમનો ચાર વર્ષિય દીકરો ક્રિષ્ના બાજુમાં રમતો હોય દરમિયાન ઉપરોક્ત ટ્રેક્ટરનો ચાલક સ્પ્રેડાયર વિભાગમાં કોલસો ભરી પરત ફરતા પાછળ જોયા વગર બેદરકારી પૂર્વક પોતાનું વાહન રિવર્સ લેતા અકસ્માત સર્જાયો હતો…
જેમાં ટ્રેક્ટરના પાછળના વ્હીલ નીચે ફરિયાદીનો ચાર વર્ષીય દિકરો ક્રિષ્ના કચડાઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતાં આ મામલે મૃતક બાળકના પિતાએ ટ્રેક્ટર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt