મોરબી-વાંકાનેર હાઇવે પર ઢુવા ગામ નજીક ગત તા. ૦૩ ના રોજ એક ડમ્પર ચાલકે વળાંક વાળતી વેળાએ હડફેટે લેતા એક બાઈક ચાલક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં મૃતક યુવાનના પિતાની ડમ્પર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.3 ના રોજ સાંજના સમયે મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર ઢુવા નજીક આવેલ સનબીમ સીરામીક કારખાનાની સામેથી પસાર થતા ડમ્પર નં. GJ 36 V 5952ના ચાલકે પોતાનું ડમ્પર બેફીકરાઇ અને ગફલતભરી રીતે ચલાવી ડીવાઇડર પાસે અચાનક બ્રેક મારી ટર્ન લેતી વેળાએ ત્યાંથી પસાર થતાં મોટર સાયકલ નં. GJ 36 Q 6484 ને હડફેટે લેતા બાઈક ચાલક કમલેશભાઈ શશીકાંતભાઈ ગોહિલ(ઉ.વ. 25, રહે. જોધપર(નદી), તા. મોરબી)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી યુવાનનું મોત થયું હતું….
અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મુકી ફરાર થઈ ગયો હતો જેથી આ બનાવમાં મૃતક યુવાનના પિતાએ ડમ્પર ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN