વાંકાનેર શહેરની વિવેકાનંદ સોસાયટી નજીક રોડ પર પાણીના નિકાલની સફાઈના અભાવે ગટરના ગંદા પાણી ભરાયેલ રહેતા હોય જેથી અહિંથી પસાર થતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અહિં બાજુમાં જ ‘ જજ બંગલો ‘ આવેલ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી….
વાંકાનેર શહેરની વિવેકાનંદ સોસાયટી નજીક આવેલા જજ બંગલોથી જકાતનાકા સુધી રોડની એક બાજુમાં વરસાદી અને ગટરના પાણીનો નિકાલ હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી તેની સફાઈ ન કરાતાં હાલ અહિં ગટરના ગંદા પાણીના તલાવડા ભરાઈ રહ્યા છે. જેથી અહિંથી પસાર થતા નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ અહિં બાજુમાં જ જજ બંગલો આવેલ હોય છતાં જવાબદાર તંત્ર દ્વારા પ્રશ્નનો નિકાલ કરવામાં આવતો નથી….
રોડની બાજુમાં ફુટપાથ નજીક જ ગટરના ગંદાં પાણી સતત ભરાયેલ રહેતા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે અને આજુબાજુના નાગરિકોને અસહ્ય દુર્ગંધ પણ સહન કરવી પડતી હોય જેથી બાબતે જવાબદાર તંત્ર દ્વારા આ વિસ્તારની યોગ્ય સફાઈ કરાવી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી અહિંના નાગરિકોમાં લોકમાંગ ઉઠી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN