મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાધીકા ભારાઇની સુચના હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલા અમરધામ નજીકથી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના કો. હરિચંન્દ્રસિંહ ઝાલા તથા કો. અજયસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરના અમરધામ સામે પ્રયાગ કોમપ્લેક્ષની પાછળ દરોડો પાડી જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસાવતિ જુગાર રમતા ૧). ભવરપુરી માંગુપુરી ગૌસ્વામી (ઉ.વ. ૨૩, રહે. માટેલ),
૨) વિક્રમભાઇ જાદુભાઇ ડાભી (ઉ.વ. ૪૧, રહે.માટેલ), ૩). જયંતીભાઇ ઉર્ફે ચેતન સોમાભાઇ ઉકેડીયા(ઉ.વ. ૨૭, રહે.માટેલ), ૪) મેરૂભાઇ મોમભાઇ સરાવાડીયા(ઉ.વ. ૨૫, રહે-માટેલ) અને ૫). જીતેસભાઇ ભીમાભાઇ સરાવાડીયા(ઉ.વ.૨૫, રહે-માટેલ)ને રોકડ રકમ રૂ. 14,250/-સાથે પકડી પાડી આરોપીઓ સામે જુગારધારા
મુજબનો ગુન્હો રજી. કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર તાલુકા પોલીસની આ કામગીરીમાં પીએસઆઇ બી. ડી. જાડેજા, હેડ કો. મયુરધ્વજસિંહ જાડેજા તથા જુવાનસિંહ ઝાલા, કો.હરીચંન્દ્રસિંહ ઝાલા, સંજયસિંહ જાડેજા, મુકેશભાઇ જીલરીયા, અજયસિંહ ઝાલા, અકિલભાઇ બાંભણીયા સહિતના જોડાયા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH