વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામની સીમ પાસે ગઈકાલે દેશી દારૂ ભરેલા વાહન લઈને નીકળેલા બે બુટલેગરો પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બેફામ બનેલા બુટલેગરોએ લાજવાને બદલે ગાજી ફરજ પરના પોલીસ કર્મચારી પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ પોલીસે આરોપી પાસેથી દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સો સામે હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પોલીસ મથકના આમ્ડૅ પો.હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારે આરોપીઓ ભુપેન્દ્રસિંહહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા (રહે. બન્ને વઘાસીયા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.02 ના રોજ વઘાસીયા ગામની સીમ પાસે આરોપીઓ છાની છુપી રીતે દેશી દારૂનો ધંધો કરતા હોય ફરીયાદી પ્રોહી-જુગારની સબંધે કામગીરીમા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા…

જે દરમિયાન આરોપીઓ પોતાના જુપીટર વાહન પર દેશીદારૂ ભરેલ બાચકા સાથે પસાર થતા પોલીસ સ્ટાફે તેને રોકવા કોશીશ કરતા બંને આરોપીઓ ફરાર થવાનો પ્રયાસ કરતાં પોલીસ ટીમ પાછળ જતા બન્ને આરોપીઓ આગળ જઇ વાહન સ્લીપ થઇ પડી જતા ફરીયાદી ત્યાં પહોચતા આરોપીઓએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગાળો બોલી ફરજમાં રૂકાવટ કરી છરી વડે ઓચીંતા હુમલો કરતા ફરીયાદીને ડોક પર તથા હાથની આંગળીમા ઇજા પહોંચી હતી…

બનાવ બાદ પોલીસ કર્મચારી પર હુમલો કરીને બન્ને આરોપીઓ નાસી છૂટ્યા હતા જેથી પોલીસે આરોપી પાસે વેચાણના હેતુથી રહેલ 50 લીટર દેશીદારૂ(કિંમત રૂ. ૧,૦૦૦) કબ્જે કરી બન્ને આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ સહિત આઈ.પી.સી. કલમ- ૩૩૨, ૩૫૩, ૨૨૪, ૧૮૬, ૫૦૪ તથા જી.પી.એકટ કલમ ૩૭ (૧) ૧૩૫ તથા પ્રોહી કલમ ૬૫(એ)(એ), ૯૮(૨), ૮૧ મુજબ ગુન્હો નોંધી બન્નેને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!