વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં લાકડધાર રોડ પર આવેલ એક લેબર ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી 34 બોટલ વિદેશી દારૂ તથા 20 નંગ બિયરના ટીન એમ કુલ રૂ 14,750ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી તેની પુછપરછ કરતા વધુ એક શખ્સનું નામ સામે આવતા બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી ક્રિપાલસિંહ હઠીસિંગ મકવાણાની લાકડધાર રોડ પર આવેલ લેબર ઓરડી નં. ૧૩માં દરોડો પાડતાં ત્યાંથી 34 બોટલ વિદેશી દારૂ તથા 20 નંગ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે સ્થળ પરથી આરોપી ક્રિપાલસિંહ હઠીસિંગ મકવાણાની રૂ. 14,750 ની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરી હતી…
આ સાથે જ આ બનાવમાં અન્ય આરોપી અનીરૂધ્ધસિંહ દાનુભા ચૌહાણ (રહે. હાલ નવા ઢુવા)નું નામ સામે આવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ફરાર આરોપી અનીરૂધ્ધસિંહને પકડી પકડવા માટે તજવીજ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC