વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકી…
વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી બાર શખ્સોને રોકડ રકમ રૂ. 2.07 લાખ સહિત કુલ રૂ. 3.17 લાખના મુદ્દામાલ સાથે બાર શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબીની પેરોલ ફ્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફનાં સુરેશચંદ્ર હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગસીયાને સંયુક્ત રીતે મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના જુના ઢુવા ગામે સ્મશાન સામેના ભાગે મોરીયુ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા ૧). રવિરાજસિંહ પ્રતાપસિંહ સિંધવ, ૨) માધવસિંહ ગગજીભાઇ રાઠોડ,
૩). ગીરીશભાઇ ઉર્ફે ગૌતમ મેઘરાજભાઇ મોહીનાણી, ૪). ધીરૂભાઇ ભલાભાઇ રોજાસરા, ૫). મેહુલસિંહ પ્રતાપસિંહ રાઠોડ, ૬). મયુરભાઇ પરસોતમભાઇ ભાડજા, ૭). કુલદિપભાઇ અજીતભાઇ પરમાર, ૮). કિશનભાઇ વશરામભાઇ ચનીયારા, ૯). જાવેદભાઇ ગુલામભાઇ સિપાઇ, ૧૦). કુતબેઆલમ રસુલભાઇ સિપાઇ,
૧૧). પૃથ્વીરાજભાઇ નીતીશભાઇ ચૌહાણ અને ૧૨) રાજદાનભા લાલુદાન ગુઢડા (રહે. બધા ઢુવા)ને રોકડ રકમ રૂ. 2,07,000/- તથા ચાર મોટર સાયકલ કી. રૂ. 1,10,000 સહિત કુલ રૂ. 3,17,000 ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પીઆઈ એમ. આર. ગોઢાણીયા, પીએસઆઈ એન. બી. ડાભી, એન. એચ. ચુડાસમા, એ. ડી. જાડેજા તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ/AHTU મોરબીના
સ્ટાફના માણસો જોડાયા હતા….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl