રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે…
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ,
અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-મોરબીની યાદીમાં જણાવાયું છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl