અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટિમ ઢુવા ચોકડીએ વાહન ચેકીંગમાં હોય દરમ્યાન બજાજ કંપનીની મેક્સીમા મોડલની સી.એન.જી. રીક્ષા રજી.નંબર GJ 03 BU 5751 ત્યાંથી નિકળતા પોલીસે તેને રોકી રીક્ષા ચાલકનું નામ ઠામ પુછતા જીતેન્દ્ર ઉર્ફે જીત ગોવીંદભાઇ પરમાર (ઉ.વ.૨૪, રહે. મૂળ જોડીયા) હોવાનું જણાવેલ જેની પાસે રીક્ષાના કોઇ દસ્તાવેજી કાગળો ન હોય જેથી C.R.P.C.કલમ ૪૧(૧)ડી, ૧૦૨ મુજબ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી…
બાદમાં પોકેટકોપ મોબાઇલ મારફતે આ શખ્સનું નામ તથા રીક્ષા નંબર સર્ચ કરી તેમજ તેની સઘન પુછપરછ કરતા પોતે રીક્ષા રાજકોટ ચૌધરી હાઇસ્કુલ પાસેથી ચોરી કરેલ હોવાનુ કબુલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની રાજકોટ શહેર પદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ બનાવમાં ઝડપાયેલ આરોપીની ઉંડી તપાસમાં તેની વિરુદ્ધ થોરાળા પોલીસ સ્ટેશન, જોડીયા પોલીસ સ્ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, મોરબી સીટી એ ડીવી.પોલીસ સ્ટેશનમાં બે , જામનગર એ ડીવી.પોલીસ સ્ટેશન, પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ અને મોરબી સીટી બી ડીવી.પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય અને તે રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું હતું…
વાંકાનેર તાલુકા પોલીસ ટીમની આ કામગીરીમાં પીએસઆઇ બી. પી. સોનારા, હેડ. કો. મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઇ ચાવડા, કો. હરીચંદ્રસિંહ ઝાલા, રવિભાઇ કલોત્રા, સંજયસિંહ જાડેજા અને વિજયભાઇ ડાંગર સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC