અકસ્માત ઝોન ગણાતા વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર વધુ એક ગોઝારો અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઢુવા ચોકડી નજીક દવા લઈને પરત ફરી રહેલા બંધુનગર ગામના દંપતીને કાળમુખા ડમ્પર ચાલકે પાછળથી ઠોકર મારતા પત્નીની નજર સામે જ પતિનું મોત થયું હતું જે બાદ અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બંધુનગર ગામ ખાતે રહેતા સંજયભાઈ સુખદેવભાઈ આદ્રોજા અને તેમના પત્ની ચેતનાબેન સંજયભાઈ આદ્રોજા વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે આવેલ ભગવતી ક્લિનિકમાં દવા લઈ પરત ફરતા હોય ત્યારે ઢુવા ચોકડી નજીક સર્વિસ રોડ પર એક ડમ્પર નંબર GJ 13 AT 7982ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી પુરપાટ ઝડપે ચલાવી સંજયભાઈના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો…

આ અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ પહોંચતા સંજયભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પત્ની ચેતનાબેનને બન્ને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોતાનુ વાહન સ્થળ પર મુકી ફરાર થઈ ગયો હતો. જેથી આ ઘટના અંગે મૃતકના ભાઈ મહેન્દ્રભાઇ આદ્રોજાએ ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!