વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી નજીકથી ચોરાઉ બુલેટ સાથે બે શખ્સોને ઝડપી લીધા….

0

મોરબી તાલુકાના લાલપર ગામેથી પાંચ માસ અગાઉ એક બુલેટની ચોરી કરવામાં આવી હતી જે બુલેટની ચોરી કરનાર બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઢૂવા ચોકડી પાસેથી ચોરાઉ બુલેટ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ ઢુવા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે ઢુવા ચોકડી પાસેથી બુલેટ બાઈક પર પસાર થતા બે શખ્સોને રોકી કાગળો માંગતા જે ન હોય જેથી પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે પોતાના નામ વિજય જીવાભાઈ સાકરિયા (રહે. હાલ. ઢુવા-માટેલ રોડ ભાડાની ઓરડીમાં, મુળ ગામ. નોલી, તા. સાયલા, જી.સુરેન્દ્રનગર) અને ધવલ ઉર્ફે પવો જયંતીભાઈ મેરજા (રહે. રુપાવટી, તા. વીછીયા, જી. રાજકોટ) જણાવતા,

પોકેટકોપ મોબાઈલમાં ઈસમોના નામ સર્ચ કરતા આરોપી ધવલ જયંતિભાઇ અગાઉ મોરબી સીટી બી ડીવીજન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું જણાતા બંને ઈસમોની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા એક આરોપીએ બુલેટ બીજા પાસેથી ખરીદેલ હોવાનું તથા બીજા આરોપીએ બુલેટ મોરબી તાલુકાના લાલપર ગામેથી અંજતા એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કર્યું હોવાનું જણાવતા બંને ઇસમો પાસેથી ચોરાઉ બુલેટ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7