વાંકાનેર શહેર ખાતે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વાંકાનેર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી કરી બહુચર્ચિત જૂનાગઢની કોળી સમાજની દીકરી ધારા પર થયેલા દુષ્કર્મ અને હત્યાના બનાવમાં ઝડપાયેલ ઠોંગી ભુવા એવા સુરજ સોલંકી અને તેના સાગરીતોને કડકમાં કડક સજા ફટકારવાની માંગ કરી અને આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો…

બાબતે આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આપેલ આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢની કોળી સમાજની દીકરી ધારા ઉપર નરાધમોએ હેવાનીયતની હદ વટાવી દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરી હતી. જે બનાવમાં મુખ્ય આરોપી સૂરજ સોલંકી ઉર્ફે સૂરજ ભુવો અને તેના સાગરીતોને પોલીસે ઝડપી લીધા હોય, જેથી આ બનાવમાં આરોપીઓ ધાર્મિક અને રાજકીય ઓથ ધરવતા હોય જેથી મૃતક દીકરીને ન્યાય મળે તે માટે આ બનાવની તટસ્થ તપાસ કરી આ જઘન્ય કૃત્ય આચરનાર તમામ આરોપીઓને કડકમાં કડક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!