વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં પડેલ એક કન્ટેનર ઉપરથી નીચે પડી જતાં યુવાનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો રાજીવરંજનકુમાર નાગેશ્વરસિંહ (ઉ.વ. ૩૦)નામનો શ્રમિક કારખાનામાં ઉભેલ એક ટ્રક કન્ટેનર ઉપર ચડ્યો હતો જેમાં અચાનક ત્યાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!