વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખી વાંકાનેર યુવરાજ અને તાલુકા ભાજપ અગ્રણી કેશરીદેવસિંહ ઝાલા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને સી.ડી.એચ.ઓ. ને પત્ર લખી વાંકાનેર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ (સિવિલ) ખાતે કોરોના વોર્ડ ગ્રાન્ટ તથા સ્ટાફ સાથે શરૂ કરવામાં માંગ કરી છે…
વધુમાં તેમણે જણાવ્યું છે કે હાલ વાંકાનેર વિસ્તારની પરિસ્થિતિ જોતા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ ઉભો કરવાની તાત્કાલિક જરૂરીયાત હોય જેથી ૧). હોસ્પિટલમાં ત્રણ ડોક્ટર તથા ચાર નર્સીંગ સ્ટાફની કોરોના વોર્ડમાં તાત્કાલિક નિમણૂક કરી, ૨). હોસ્પિટલના બાથરૂમ-ટોયલેટ ઊભરાતા હઘય અને પાણી નિકાલ ન હોય બાબતે યોગ્ય વ્યવસ્થા કરી,
૩). બારી-બારણાનું સમારકામ કરી, ૪). મચ્છર જાળી, ૫). વોર્ડમાં એ.સી. સુવિધા, ૬). ડેઇલી એક પેશન્ટ દિઠ અંદાજીત રૂ. ૨૦૦ નો ખર્ચ (જમવા-નાસ્તો) સહિતની તમામ સુવિધાઓ સાથે જરૂરિયાતોને પુરી કરી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડ ઉભો કરવા માંગ કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA