વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે આવેલ ખાનગી માલિકીના એક પ્લોટમાં આરોપી દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી ગાયો માટેનો વાડો, ઓરડી અને વાડી બનાવી કબ્જો કરી લીધો હતો જેથી જમીનના મૂળ માલીકે તેમની જમીન પર થયેલા ગેરકાયદે દબાણને દૂર કરવાનું કહેતા આરોપીએ લાજવાને બદલે ગાજીને ગાળો આપી ધમકી આપતા આ બનાવમાં આરોપી સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રાકેશભાઇ દેવજીભાઇ બદ્રકીયા (ઉ.વ. 42, રહે વીસીપરા ગોડાઉનરોડ, રેલ્વે સ્ટેશન ફાટકની બાજુમા, વિજયા નિવાસ, વાંકાનેર) એ આરોપી સતાભાઇ ધારાભાઇ મુંધવા (રહે. હસનપર તા.વાકાનેર) સામે જમીન પચાવી પાડવા બાબતે લેન્ડ ગ્રેબિંગ (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદીની માલીકીની હસનપર ગામના સીમ રેવન્યુ સર્વે નંબર ૧૨૮/૧ પૈકી ની બીન ખેડવાણ જમીન
પૈકી ચોરસ મીટર ૮૭૬-૫૬ જેના ચોરસવાર ૧૦૪૮-૩૬૮ ની ક્ષેત્રફળ વાળી જમીનમા અનઅધિકૃત રીતે જમીન પચાવી પાડવાના આશયથી ગેરકાયદે કબ્જો કરી દબાણ કરી, ગાયો બાંધી, કાંટાની વાડ તથા કાચુ છાપરુ બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરતા આ જમીનમાથી દબાણ દુર કરવા સાહેદ પરેશભાઇ દેવજીભાઇએ આરોપીને કહેતા આરોપીએ તેમને ગાળો બોલી ધમકી આપી હતી….
બનાવની ફરિયાદ પરથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા આરોપી સામે ગેરકાયદેસર રીતે ખાનગી માલિકીની જમીન પચાવી પાડવાના હેતુ સબબ ગુજરાત સરકારના નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA