મોરબી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંની અમલવારી શરૂ : દરેક વેપારીએ ફરજિયાત કોરોના રિપોર્ટ સાથે રાખીને જ વેપારી કરવો પડશે, જો રિપોર્ટ સાથે નહીં હોય તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે…

મોરબી જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડી અને હાલની કોરોના મહામારીના સમયમાં વાંકાનેર શહેરમાં દરેક વેપારી-ધંધાર્થીઓને ફરજિયાત કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ સાથે રાખીને જ વેપાર કરવા માટે નવો નિયમ અમલમાં મૂક્યો છે. જેની અમલવારી આજથી જ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.

જેમાં વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં શેરડીના ચિચોડો ચલાવતા હસમુખભાઇ ગોપાલભાઇ બાવળીયા નામના એક વેપારી જેણે કોરોના રિપોર્ટ કરાવ્યા વગર ધંધા સ્થળે ભીડ એકત્રિત કરતા પોલીસે દ્વારા તેની સામે કલેકટરશ્રીના જાહેરનામાં મુજબ એપેડમિક એકટ અને જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરી હતી….

આ સાથે જ તાજા મળતા રિપોર્ટ મુજબ વાંકાનેર શહેર પોલીસ દ્વારા અન્ય ત્રણ વેપારીઓ જેણે કોરોના રિપોર્ટ સાથે ન રાખી અને પોતાની દુકાનો પર ભીડ એકત્ર કરતા તેમની સામે પણ સામે પણ આ મુજબ જ કાર્યવાહી કરી છે. જેથી ચક્રવાત ન્યૂઝ વાંકાનેર શહેરના તમામ વેપારીઓને અપિલ કરે છે કે તેઓ ફરજિયાત કોરોના રિપોર્ટ સાથે રાખે અઞે તંત્રને સહકાર આપે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!