વાંકાનેર તાલુકામાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે સરકાર દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારને રૂ. 50,000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વાંકાનેર તાલુકાના કોરોનામાં મૃત્યુ પામેલા છ મૃતકોના પરિવારજનોના ખાતાંમાં આ સહાય મંજુર કરવામાં આવી છે….
વાંકાનેર તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલા રાણેકપરના ૧). બાદી જમિલાબેન શહાબુદીન, ૨). વાંકાનેરના રાયઝાદા ઉમિયાબા પ્રવિણસિંહ, ૩). વેદ મનહરલાલ સવજીભાઈ, ૪). ચંદુલાલ વલ્લભભાઈ, ૫). મનીષ શશીકાંતભાઈ શાહ તથા ૬). ગોહેલ વિનોદરાય રતિલાલના વારસદારોના બેંક ખાતામાં રૂ. 50 હજાર જમા કરવામાં આવી છે,
ત્યારે સહાય મેળવવા માટે અરજદારોને ખોટી હેરાનગતિ વેઠવી ન પડે તે માટે નાયબ મામલતદાર બી. એસ. પટેલ દ્વારા સહાય માટે આવતા દરેક અરજદારને જરૂરી માહિતી તથા જરૂરી કાગળો બાબતે માહિતગાર કરી વાંકાનેર તાલુકાના છ ફોર્મ મોરબી કલેકટર કચેરીએ જમાં કરાવ્યા હતા જે તમામ છ અરજદારોના ખાતામાં સહાયની રૂ. 50 હજારની રાશિ જમા થઈ ગયેલ હોવાથી અરજદારો દ્વારા નાયબ મામલતદાર પટેલની કામગીરીની સરાહના કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT