આજે મકરસંક્રાંતિ છે, કહેવાય છે કે સૂર્યાસ્ત થયા પછી ઠંડી ધીમે ધીમે ઓછી થઈ જાય છે. પરંતુ હવામાન વિભાગના મતે આ વખતે તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. વાસ્તવમાં ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોને કારણે આગામી 48 કલાક એટલે કે 15 જાન્યુઆરી સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે 15 જાન્યુઆરી પછી કોલ્ડવેવનો બીજો રાઉન્ડ શરૂ થવાની ચેતવણી જારી કરી છે, જે 19 જાન્યુઆરી સુધી રહેશે…

સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. નલિયામાં ન્યૂનતમ તાપમાનનો પારો એક ઝાટકે 9 ડિગ્રી ગગડીને 5.2 ડિગ્રી થતાં નગરજનોને ફરી કાતિલ ઠારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન આજે શનિવારે લઘુતમ તાપમાન વધુ નીચે સરકવાની સંભાવનાએ કચ્છમાં ઉત્તરાયણ ઠંડીબોળ બની રહેશે. જિલ્લાના અન્ય મથકોએ પણ ન્યૂનતમ પારો બેથી છ ડિગ્રી નીચે ઉતર્યો હતો. હવામાન ખાતાએ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. સાથે સાથે મકરસંક્રાંતિએ પતંગ રસિકો માટે પવન સારો રહેશે…

​​​​​​​હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14 જાન્યુઆરીની રાતથી ઉત્તરાખંડ સહિત પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની અસર ઉત્તર ભારતમાં જોરદાર પવનોના રૂપમાં જોવા મળી શકે છે. વિભાગનું કહેવું છે કે આગામી કેટલાક દિવસોમાં દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં તાપમાન શૂન્ય ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તરાખંડના કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, ઔલીમાં હિમવર્ષાથી પ્રવાસીઓના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે, પરંતુ તેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી ફરી જોર પકડી શકે છે.

હિમાચલ પ્રદેશમાં મનાલી અને શિમલામાં હિમવર્ષા જોવા મળી છે અને લાહૌલ સ્પીતિમાં હિમપ્રપાત જોવા મળ્યો છે. હિમાચલમાં ધર્મશાલા, કેલોંગ જેવા વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ, ગાંદરબલ, કાઝીગુંડ જેવા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડી જોર પકડશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!