ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે તાજેતરમાં યોજાયેલ અનેક રાજ્યોની ચૂંટણીમાં કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જે બાદ પાર્ટીએ દેશવ્યાપી મોટા બદલાવો કરવાનું મન બનાવી લીધું છે અને ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે તેવા નેતાઓની હાલ કોંગ્રેસને ખાસ જરૂર છે. ટાંકણે કહેવું અનિવાર્ય બન્યું છે કે રાષ્ટ્રીય કોંગ્રેસ હોય કે ગુજરાત કોંગ્રેસ, કાગડા બધે કાળા છે અને કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની સંખ્યા વધુ અને ભાજપમાં કાર્યકરોની સંખ્યા વધુ બાબતે મંથનની તાતી જરૂરિયાત છે…

ભાજપ દ્વારા અનેક કોંગ્રેસી આગેવાનોને પાર્ટી પરિવર્તન કરાવીને પોતાની પાર્ટીમાં સામેલ કરી પૂનઃ ચૂંટાવ્યાના દાખલાઓ મોજૂદ છે, ત્યારે વફાદાર કોંગ્રેસી કાર્યકરો માની રહ્યા છે કે કોંગ્રેસમાં નેતાઓ ચૂંટાયા બાદ નાના-મોટા કાર્યકરોની ધરાઈને ઉપેક્ષા કરતા હોવાના કારણે નાના-મોટા કાર્યકરોમાં ભારે રોષ બાદ તે પૈકીના મોટાભાગના કાર્યકરો વિરોધી પાર્ટી ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે જેથી આ બાબતે કોંગ્રેસ પાર્ટીના જવાબદારોએ આત્મમંથન કરવાની જરૂર છે. ‘કાર્યકરોથી પાર્ટી છે નહિં કે પાર્ટીથી કાર્યકરો’ કહેવત આ બાબતે ઘણું બધું કહી જાય છે. જેથી આ બાબતે ખરા અર્થમાં મનોમંથન કરાય તો કોંગ્રેસને સફળતા મળી શકે તેમ છે…

2014ની લોકસભાની ચૂંટણી બાદ દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસની સ્થિતિ ડામાડોળ થઇ 2014 ની સાલમાં સામાન્ય ચૂંટણીમાં સફાયો થયા બાદ મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસ સત્તા ગુમાવી હતી. કોંગ્રેસની સતત હાર બાદ 2018નું વર્ષ પાર્ટી માટે આશાનું કિરણ બનીને સામે આવ્યું અને પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જેવા હિન્દી હાર્ટલેન્ડમાં વિજય મેળવીને એક વખત ફરી કોંગ્રેસ ફરી ઉભી થવા લાગી. જો કે કોંગ્રેસની આ જીત ક્ષણિક રહી અને વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં તો પાર્ટીની હાર થઈ પરંતુ આ સમયગાળામાં જીતેલા રાજ્યો પણ કોંગ્રેસ પાર્ટીના હાથમાંથી સરકવા લાગ્યાં.

પાર્ટીને આ રાજ્યોમાં જીત મળી હોવા છતાં કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા મોટા રાજ્યોમાંથી ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી અને કોંગ્રેસ જોતી રહી ગઈ ! કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાન કોંગ્રેસમાં પણ આગ લાગી હતી જે વાત હજુ ઠંડી પડી ત્યાં પંજાબ કોંગ્રેસનો વિવાદ સપાટી પર આવ્યો છે. પંજાબની સાથે દિલ્હીમાં પણ પાર્ટીનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આવા સંજોગોમાં પાર્ટી મોટાપાયે નિર્ણયો કરી શકે છે. અને કોંગ્રેસને મોટા પાયે બદલાવની પણ ખાસ જરૂર છે. આ બાબતે કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ દેશ વ્યાપી મોટા બદલાવ કરવાનું મન પણ બનાવી લીધું છે…

કોરોના કાળમાં મોદી સરકારની નિષ્ફળતા નો લાભ ઉઠાવીને ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવા માટે કોંગ્રેસને મોટા બદલાવ કરવાની તાતી જરૂરિયાત છે એટલે કે આવનારા સમયમાં ૧૦થી વધુ રાજ્યમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓ બદલી કરશે એ વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગુજરાતમાં વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખ બદલાશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાવંતના અવસાન બાદ નવા પ્રભારી નિમવામાં આવશે. ગુજરાત કોંગ્રેસમા પ્રભારીની નિમણૂક બાદ ગુજરાત કોંગ્રેસના નવા અધ્યક્ષ પદે વર્તમાન રાજ્યસભાના મેમ્બર, પ્રભાવી નેતા અને સ્પષ્ટ વકતા શક્તિસિંહ ગોહિલની નિમણૂક થાય તેવી પ્રબળ સંભાવનાઓ દેખાઇ રહી છે. ગુજરાતમાં ભાજપના એક ચક્રી શાસન સામે જોરદાર ટક્કર લઈ શકે તેવા એક માત્ર નેતા કોંગ્રેસ પાસે હોય તો તે શકશે શક્તિસિંહ ગોહિલ હોવાનું કોંગ્રેસના આંતરિક સૂત્રો માની રહ્યા છે…

નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

 

error: Content is protected !!