પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત CNGની કિંમતમાં સતત ભાવવધારાનું વલણ યથાવત્ રહ્યું છે. આજે ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં કિલોદીઠ રૂપિયા 6.45નો વધારો કરતાં કુલ કિંમત રૂપિયા 76.98 થયો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ અનુક્રમે 80 પૈસા અને 82 પૈસાનો વધારો જાહેર થયો છે.
CNGમાં ભાવ વધારો 6, એપ્રિલની મધ્ય રાત્રીથી જ્યારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સવારે છ વાગ્યાથી અમલી બનશે. આ સાથે પેટ્રોલ બાદ હવે ટૂંક સમયમાં ડીઝલના ભાવ પણ રૂપિયા 100ની સપાટીને કુદાવી દે તેવી પ્રબળ સંભાવના છે. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારી સામે આમ નાગરિકોના મૌનથી આશ્ચર્ય સર્જાયું છે જેનાથી નાગરિકોએ મોંઘવારી અને ભાજપ સરકારની નિતી સામે શરણાગતિ સ્વીકારી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે…
સતત ભાવ વધતાં પેટ્રોલ રૂપિયા 105ને પાર થયું…
પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા 105 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે….
ગુજરાતમાં 22 માર્ચ સુધી પેટ્રોલના ભાવમાં રૂ. 95ની આસપાસ હતાં જેમાં ચુંટણીમાં ચોમેરથી ભાજપ સરકારની જીત બાદ ધીમીધારે દરરોજ પેટ્રોલિયમ પેદાશોમાં દરરોજ ભાવવધારો લાગું કરવામાં આવી રહ્યો હતો જેના પરિણામે આજે પેટ્રોલના ભાવ રૂ. 105 ની આસપાસ પહોંચી ગયા છે જ્યારે સીએનજી માં પણ આવુ જ વલણ જોવા મળ્યું છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS