કોરોનાકાળ બાદ થિયેટર્સ-મલ્ટિપ્લેક્સમાં હજુ પણ લોકો ફિલ્મ જોવા માટે પહેલાંની જેમ ટેવાયા નથી, ત્યારે લોકોને આકર્ષવાની સાથે તેમનો આભાર માનવા માટે મલ્ટિપ્ક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા(MIA)એ આ વર્ષે નેશનલ સિનેમા દિવસે દેશવાસીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ વાળી ઓફર મૂકી છે. જેમાં 16મી સપ્ટેમ્બરના રોજ એક દિવસ માટે દર્શકો દેશના મલ્ટિપ્લેક્સમાં માત્ર 75 રૂપિયામાં ફિલ્મ જોઇ શકશે…
સામાન્ય રીતે કોઈપણ થિયેટર કે મલ્ટિપ્લેક્સમાં 100 રૂપિયાની આસપાસ કે તેથી વધુ ટિકિટનો ભાવ લેવામાં આવે છે, ત્યારે આ વર્ષે નેશનલ સિનેમા દિવસે એટલે કે 16મી સપ્ટેમ્બરે દેશના મોટા-મોટા મલ્ટિપ્લેક્સમાં માત્ર રૂ.75માં જ મૂવીની ટિકિટ આપવામાં આવશે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આ વર્ષે અનોખી રીતે ઉજવણી કરવાની જાહેરાત કરી છે…
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ટ્વીટર પર આ જાણકારી આપતા લખ્યું હતું કે…
માત્ર 75 રૂપિયાની જ ટિકિટ આપીને થિયેટર્સ નેશનલ સિનેમા દિવસની ઉજવણી એકસાથે કરશે. નેશનલ સિનેમા દિવસે દેશના 4000થી વધુ સ્ક્રિનો આમાં ભાગ લેશે. તેમાં પીવીઆર, આઇનોક્સ, સિનેપોલ્સ, કાર્નિવલ, મિરાજ, સિટીપ્રાઇડ, એસિયન, મુક્તા, એ-2, મૂવી ટાઇમ, વેવ, એમ-2-કે, ડિલાઇટ અને અન્ય ઘણી સ્ક્રિન સામેલ છે….
કોરોનાકાળ બાદ સફળ રીતે થિયેટર્સના રિઓપનિંગ માટે દર્શકોને થેન્ક્યૂ કહેવા માટે નેશનલ સિનેમા દિવસની આ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ થિયેટર્સમાં લોકો બહુ ઓછા જાય છે. ત્યારે થિયેટર્સ માલિકોની ગાડી પાટે લાવવા માટે આ અનોખો નુસખો અપનાવવામાં આવ્યો છે. આટલી ઓછી કિંમત રાખી લોકોને આકર્ષવાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ ઉજવણીમાં ભાગ લેનારા 4000થી વધુ થિયેટર્સમાં એક દિવસનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત એસોસિએશને એ પણ જણાવ્યું છે કે જે થિયેટર્સ આ ઉજવણીમાં ભાગ લેશે તે તેમના સોશિયલ મીડિયા હેન્ડ્લ્સ પર પણ આ ડિસ્કાઉન્ટની જાહેરાત કરશે.
સિનેમા દિવસ પર સૌથી સસ્તા ભાવે ટિકિટ વેચવાની શરૂઆત અમેરિકાએ કરી હતી. 3 સપ્ટેમ્બરના દિવસે અમેરિકામાં રાષ્ટ્રીય સિનેમા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે અમેરિકાએ કોઈપણ ફિલ્મની ટિકિટ 3 ડોલર જ ભાવ રાખી દર્શકોને આકર્ષવાનો તખ્તો તૈયાર કર્યો હતો. હવે અમેરિકા બાદ ભારતમાં પણ આ નુસખો વાપરવામાં આવશે. જેમાં માત્ર 75 રૂપિયામાં જ મૂવી ટિકિટ મળશે…..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso