વાંકાનેરના ચંદ્રપુર સર્વિસ રોડ પર થયેલ મારામારીના બનાવમાં ચાર શખ્સો સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ….

0

પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનો પર ચાર શખ્સોએ હુમલો કરી ઈકો કારમાં નુકસાન કર્યું….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર સર્વિસ રોડ પર થોડા દિવસ પહેલા એક બોલેરો ચાલક અને ટ્રેકટર ચાલક રોડ પર ચાલવા બાબતે બોલાચાલી કરતા હોય જેમાં વચ્ચે પડેલા યુવાન સામે અગાઉ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે બનાવમાં આજે વળતી ચાર શખ્સોએ મારામારી અને ઈકો કારમાં નુકશાની કરતા વળતી પોલીસ ફરિયાદી નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે રહેતા જાહિદભાઈ હુસેનભાઈ પરાસરાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત તા.10ના રોજ એક બોલેરો ચાલક અને ટ્રેકટર ચાલક ચંદ્રપુર સર્વિસ રોડ પર વાહન સાઈડમાં ચલાવવા બાબતે ઝઘડો કરતાં હોય જેમાં ફરિયાદી વચ્ચે પડી અને બોલેરો ચાલકને ઝઘડો નહિ કરવા સમજાવતા બાબતનો ખાર રાખી,

આરોપી ભૂરો સરાણીયા, બટુક સરાણીયા, હરેશ સરાણીયાના પુત્ર અને દેવરાજ સરાણીયા (રહે. તમામ ચંદ્રપુર) એ ફરિયાદીની સમ્રાટ હોટલ પાસે પાર્ક કરેલી ઇકો કારના કાચ ફોડી અને સાહેદ અલીભાઈ પરાસરા પર હુમલો કરી માર માર્યો હતો, જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસી કલમ 323, 504, 427, 114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1