વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રહેતી મહિલાની માલીકીની ખેતીની જમીન ઉપર અન્ય એક મહિલા સહિત ચાર શખ્સો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હોય જેથી આ બાબતે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં આરોપીઓએ જમીન મુક્ત થવા માટે અરજી કરતાં મોરબીની સ્પે. કોર્ટ બંને પક્ષની દલીલ ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કર્યા છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચંદુપુર ગામ ખાતે રહેતા હનીફાબેન ગુલામહુશેન શેરસીયાએ ચંદ્રપુર ગામની ખેતીની જમીન સર્વે નં-૧૧૪ પૈકી ૨ તથા ૩ રજી. વેંચાણ દસ્તાવેજથી ૨૦૨૦ ની સાલમાં ખરીદ કરી હતી તે જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા અંગે તે જ ગામના આરોપીઓ સોયબ ગુલાબ, ફૈઝલ ગુલાબ, અહેમદ ગુલાબ તથા તેની માતા રોશનબેન ગુલાબએ કબ્જો કરતા તેની સામે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ તેમજ ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી સહિતની ફરિયાદ નોંધાઇ હતી,

જેના આધારે પોલીસે સોયબ ગુલાબભાઈ, ફૈઝલ ગુલાબભાઈ, એહમદ ગુલાબભાઈ તથા રોશનબેન ગુલાબભાઈની ધરપકડ કરી હતી અને મોરબીની સ્પે. કોર્ટમાં રજુ કરતા આરોપીઓને જેલમા મોકલેલ હતા. જે બાદ આરોપીઓએ પોતાના વકલી મારફતે જામીન પર છૂટવા જામીન અરજી કરી હતી જેમાં મોરબીની સ્પે. કોર્ટમાં સરકારી વકીલ અને આરોપીઓના વકીલની દલીલો ધ્યાને લઈને મોરબીની સ્પે. કોર્ટના જજ એસ. પી. જોષીએ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

error: Content is protected !!