વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતી એક 14 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત થયું હતું….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામ ખાતે રહેતી આશાબેન રામજીભાઈ ડાભી નામની 14 વર્ષની સગીરાએ ગત તા.૨૭ ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થતાં બાબતે હોસ્પિટલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU