મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામેની સીમમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ત્યાંથી 75 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ બનાવમાં વધુ બે શખ્સોના નામ ખુલતા પોલીસે તેમની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામની સીમમાં રહેતા રમેશભાઈ સોમાભાઈએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડતા ત્યાંથી 75 બોટલ વિદેશી દારૂ (કીમત રૂ.28,125) સાથે આરોપી જીવણભાઈ અણદાભાઈ ડાભી મળી આવતા તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં અન્ય આરોપીઓ નવનીતભાઈ કોળી (રહે-જોગડા, સુરેન્દ્રનગર) અને રમેશભાઈ સોમાભાઈ જેજરિયા નું નામ ખુલતા પોલીસ દ્વારા બંને શખ્સો સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi