વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે ખુશ્બુ પોસ્ટ્રી ફાર્મની પેઢીને મરઘા ખોરાકના લેણાં પેટે જોડિયા તાલુકાના પીઠડ ગામના રમણીક ચમન પઢીયાર નામના આરોપીએ તા. ૦૪/૦૮/૨૦૧૭ ના રોજ રૂ. ૧,૪૮,૯૭૦ નો ચેક આપેલ જે તા.૧૧/૦૮/૨૦૧૭ ના રોજ રીટર્ન થતા આ અંગે ફરિયાદી પેઢીએ આરોપી સામે વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં કેસ દાખલ કરેલ…

જેથી આ કેસમાં આરોપી કોર્ટ સમક્ષ હાજર નહિ થતા નામદાર કોર્ટે આરોપી સામે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્યારબાદ સદરહુ કેસ નામદાર કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ ની:શંકપણે સાબીત કરેલ હોય અને ફરિયાદીના વકીલશ્રી ફારૂક એસ. ખોરજીયાએ કરેલ દલીલોને માન્ય રાખીને આ કામના આરોપી રમણીક ચમન પઢીયારને કોર્ટે એક વર્ષની સજા અને ફરિયાદીને વળતર પેટે રકમ રૂ. ૧,૪૮,૯૭૦ ના વાર્ષિક ૯% લેખે વ્યાજ સહીત ચૂકવવાનો અને જો આ રકમ ન ચૂકવે તો આરોપીને વધુ છ માસની સજાનો હુકમ શ્રી. રાણાસાહેબે કરેલ છે. આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂકભાઈ ખોરજીયા અને નાસીર એમ. જામ રોકાયા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe

error: Content is protected !!