વાંકાનેર શહેરની નામાંકિત કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ મિડિયમ સ્કુલના પ્રિન્સીપાલ અને ધ અચિવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહની સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટિસના સૌરાષ્ટ્રના પ્રોજેક્ટના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે બદલ તેમના મોબાઈલ નંબર 90331 65182 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ડો.એ.પી.જે.અબ્દુલ કલામ નેશનલ કાઉન્સિલ ઓફ યંગ સાયન્ટિસ દ્વારા સંચાલિત સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ યંગ સાયન્ટિસએ પ્રતિભાવંત વિદ્યાર્થીઓમાં સાયન્સ પ્રત્યે રુચિ વધે અને તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી દેશહિતમાં સંશોધન કાર્ય કરે તે માટે વિશેષ કામગીરી કરી રહ્યું છે.
આ સંશોધન કાર્યના સૌરાષ્ટ્ર જોનના ચેરમેન તરીકે વાંકાનેરના મેહુલભાઈ શાહની વરણી થતા સૌરાષ્ટ્ર તેમજ ખાસ મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે વિશેષ લાભ મળશે અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નવી શોધ કરવાની દિશામાં આગળ વધી દેશ અને પોતાનું ભવિષ્ય ઉજળું કરવાની તક મળશે...
સમગ્ર ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી મેહુલભાઈ શાહને આ નિમણૂક બદલ ખુબ ખુબ અભિનંદન…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EAXwU1EY8NpKgAA84tqrOe