રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગઈકાલે રાજ્યની જુદી-જુદી 32 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીનો ઘાણવો ઉતારવામાં આવ્યો છે જેમાં મોરબી જિલ્લાની વાંકાનેર અને હળવદ નગરપાલિકાની ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે…
વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તાજેતરમાં જ નિમણૂક પામેલા તેજલબેન મૂંધવાની પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ખાતે બદલી કરવામાં આવતા વાંકાનેર નગરપાલિકા પુનઃ કાયમી ચીફ ઓફિસર વિહોણી બની છે. આવી જ રીતે હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીની બનાસકાંઠાના થરાદ ખાતે બદલી કરવામાં આવી છે. વાંકાનેર અને હળવદ એમ બન્ને નગરપાલિકામાં નવા ચીફ ઓફિસરની નિમણુક ન કરવામાં આવતા બને સ્થળોએ ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI