રાજકોટની જયુડીશીયલ અદાલતે રૂા.૪૦,૦૦૦ નાં ચેક રીટર્ન કેસમાં આરોપી પદમાબેન ધીરજલાલ ચોટાઈને છ માસની સજા તથા ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવવા હુકમ ફરમાવેલ અને સદર રકમ હુકમની તારીખથી એક માસની અંદર ચુકવી આપવા હુકમ કરેલ અને જો આરોપી વળત૨ની ૨કમ એક માસમાં ચુકવવા નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે…
કેસની ઉંડાણ પૂર્વક વિગતો જોઈએ તો, આ કામનાં ફરીયાદી નરેન્દ્રભાઈ કે. જોષીએ ઓળખાણ અને સંબંધનાં કામે હાથ ઉછીની રકમ રૂા.૪૦,૦૦૦/- આ કામેનાં આરોપી પદમાબેન ધીરજલાલ ચોટાઈને પોતાના ઘરનું ભાડું ચડી ગયું હોવાથી આ કામેનાં ફરીયાદી પાસેથી વગર વ્યાજે અને હાથ ઉછીની રકમ ૬-૭ થી માસ માટે આપેલા હતા. તે સબબ આરોપીએ તેવી ૨કમ તે સમયમાં પરત કરી આપવાની ખાતરી, બાંહેધરી અને ભરોસો આપેલો. ત્યારબાદ ૭ માસ પુર્ણ થતાં આરોપી પાસે હાથ ઉછીની રકમ વારંવાર ઉઘરાણી કરતા સદર રકમ ચુકવવા આરોપીએ પોતાની સહીવાળો ફા.૪૦,૦૦૦/–નો ચેક ફરીયાદીને આપેલો.
જે સદર ચેક “ફન્ડ ઈન્સફિસિયન્ટ” નાં શેરા સાથે વગર સ્વીકાર્યું પરત ફરેલ, જેથી ફરીયાદીએ તેઓનાં વકિલશ્રી મારફતે નોટીસ પણ આપેલી, જે નોટીસ આરોપીને મળી ગઈ હોવા છતાં આરોપીએ કોઈ પ્રતિઉતર ન આપતા કે સમય મર્યાદામાં ફરીયાદીને રકમ પરત ન ચુકવતાં આરોપી સામેથી નેગોશીએબલ ઈન્ફમેન્ટ એકટ ની કલમ-૧૩૮ મુજબ કેસ કરેલો, આ કેઈસ કોર્ટમાં ચાલી જતાં આરોપી કોર્ટમાં હાજર થયા હતા.
રેકોર્ડ ઉપરનાં દસ્તાવેજી પુરાવાઓ તથા ફરીયાદીનાં વકીલની દલીલો તેમજ રજુ રખાયેલ નામદાર વડી અદાલતનાં ચુકાદાઓ ધ્યાને લઈને એડી. ચીફ જયુડી. મેજી. શ્રી એમ. આ૨. લાલવાણી સાહેબે આરોપીને ધી નેગોશીએબલ ઈસ્યુમેન્ટ એકટ ૧૮૮૧ ની કલમ-૧૩૮ અન્વયે તકસીરવાન ઠરાવી અને આરોપીને ૬ માસની સજા અને ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ-૩૫૭(૩) મુજબ ચેક મુજબની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવી આપવાનો હુકમ ફરમાવેલ છે અને જો એક માસમાં સદર રકમ ફરીયાદીને ચુકવવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સજાનો હુકમ ફરમાવેલ. આ કામે ફરીયાદી વતી રાજકોટનાં ધારાશાસ્ત્રી કૌશિક, જી. પોપટ, આફતાબ. એ. ત્રિવેદી, શિતલ. એન. ખોખર, એફ. એ. પરાસરા તથા રજી. ક્લાર્ક. રવિ નરેન્દ્રભાઈ જોષી રોકાયેલ હતા….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS