મોરબીની સેસન્સ કોર્ટ દ્રારા માજી આર્મીમેન શીવાજી યશવંત પાટીલનો ટંકારા પોલીસ સ્ટેશનના આઈ.પી.સી કલમ ૩૫૪ (ડી), ૫૦૪, ૫૦૬ (૨) તથા આઈ.ટી એકટની કલમ ૬૭ એ મુજબના ગુનામાં આગોતરા જામીન પર છુટકારો થયો છે…

ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ પોતાની સાથે પોતાના પત્નીને સારી નોકરી અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી અવારનવાર ફરિયાદીની મરજી વિરુદ્ધ તથા રૂબરૂ વાતચીત કરી હેરાન પરેશાન કરી ફરીયાદી સાથે વ્યકતીગત વાર્તાલાપ વધારવા તથા તેની સાથે સબંધ રાખવા મોબાઈલ ફોનથી પીછો કરી ફરીયાદીને તથા ફરીયાદીના પતીના મોબાઈલમાં આરોપીએ પોતાના મોબાઈલ ઉપરથી વિડીયો મોકલી વાયરલ કરી અને વધુ વાયરલ કરવાની ધમકી આપી ગુનો કર્યો હોવાની ફરિયાદ કરી હતી જેમાં ટંકારા પોલીસે ગુનો નોંધ્યો હતો આ કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરેલ હતી અને તેને દલીલ કરીને જણાવેલ કે આરોપીએ આવો કોઈ ગુનો કરેલ નથી, પોતે નીવૃત આર્મીમેન છે,

આરોપીએ કોઈ બળજબરી પુર્વકનું કૃત્ય કરેલ નથી, આરોપીએ કોઈ ચેટ વાયરલ કરેલ નથી, આરોપીએ સબંધનો કોઈ દુરઉપયોગ કરેલ નથી, પોતે માહારાષ્ટ્રના કાયમી રહેવાશી છે કયાય નાશીભાગી જાય તેમ નથી તેમજ સુપ્રીમ કોર્ટના STDDHARM SALTINGAP MHETRE VE STATE OF MAHARASTRA 2001 માં જણાવેલ ચુકાદા ૨જુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ તેમજ વધુમાં દલીલ કરેલ કે આ ગુનામાં આરોપીની ધરપકડ કરવી જરુરી નથી અને આરોપી તપાસમાં સહકાર આપવા માટે તૈયાર છે બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપીને ૧૫,૦૦૦ ના આગોતરા જામીન પર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી ત૨ફેથી મોરબીના ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, દેવજી વાઘેલા, જીતેન અગેચાણીયા, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, સાગર પટેલ અને દીવ્યા સીતાપરા રોકાયેલા હતા.

error: Content is protected !!