વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની પ્રાથમિક શાળાની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે અહિં વરસાદી પાણીના તલાવડા ભરાતા હોય જેનાથી સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા જે બાદ આ બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા જેના પડઘા સ્વરૂપે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા આ વરસાદી પાણીનો નિકાલ કરી પાણીના નિકાલની સફાઈ કરાવવામાં આવી હતી…
રાતીદેવરી ગામની પ્રાથમિક શાળાની આજુબાજુ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હોય પરંતુ તેની સાફ સફાઈ અને ચોમાસા પુર્વે પ્રિમોન્સુન કામગીરી ન કરાતા અહિં વરસાદી પાણીના તલાવડા ભરાતા સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા જેથી આ બાબતે લોકહિતમાં ચક્રવાત ન્યુઝ દ્વારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા તાત્કાલિક જેસીબી મશીન સહિતના આધુનિક મશીનો વડે પાણી નિકાલની સફાઈ કરવી વરસાદી પાણીનો નિકાલ કરાયો હતો…
બાબતે તમામ સ્થાનિક નાગરિકો દ્વારા તેમનાં પ્રશ્નને યોગ્ય વાચા આપી તાત્કાલિક પ્રશ્ન હલ કરાવવા બદલ ચક્રવાત ન્યુઝ જાહેર આભાર માન્યો હતો…
સત્ય માટે, સત્ય સાથે સતત….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/EDrEarSL9YFCHucMHVvFvN