વાંકાનેર બાઉન્ડ્રી નજીક થોડા દિવસ પહેલા એક 46 વર્ષના આધેડને જીવતા સળગાવી દીધાના આરોપ વચ્ચે આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ બર્ન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ચાલું સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું, જેથી આ બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરષોતમભાઈ ભીમાણી (ઉ.વ. ૪૬) નામના આધેડ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભલગામની સીમમાં ગત શનિવારના રોજ કોઈ કારણસર દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે બાદ ભોગ બનનાર આધેડે એક સ્ત્રીએ તેને સળગાવી દીધાનો આક્ષેપ કર્યો હતો, જોકે પોલીસે બનાવની તપાસ શરૂ કરતાં આધેડના સગા પાસેથી જાણવા મળ્યું હતું કે, તેઓ માનસિક રીતે અસ્થિર હોય અને તેના પત્ની ગુજરી ગયા હોવાથી એકલવાયું જીવન જીવતા હતા…

જેમાં ગત શનિવારે સારવાર માટે ખસેડ્યા બાદ આજે આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી બનાવ અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતકને કોઈએ જીવતા સળગાવ્યા છે કે અન્ય કોઈ કારણસર તેઓ દાઝી ગયા છે તે દીશામાં વધુ તપાસ હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!