કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2022-23ના બજેટમાં આમ નાગરિકો, ખેડૂતો, મધ્યમ વર્ગ અને ગરીબોની અવગણના કરવામાં આવી છે : વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણી
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણી દ્વારા કેન્દ્ર સરકારના ચાલુ વર્ષના બજેટ પર પ્રતિક્રિયા આપવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો સરકારનો દાવો પોકળ સાબીત થયો, લધુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી) ની ગેરંટી અંગે કોઈ જાહેરાત ન કરાઈ તેમજ ઈ—નામ યોજના અને માર્કેટ યાર્ડના વિકાસ માટે વિશેસ કોઈ નવી જાહેરાત ન કરાતા આ બજેટ નિષ્ફળ ગણી શકાય…
વધુમાં તેમણે જણાવ્યું છે કે, ખેતી અને ગ્રામ્ય ભારતના વિકાસની ભારત સરકારના બજેટ વર્ષ ૨૦૨૨-૨૩માં કોઈ મોટી જાહેરાત કરાઈ નથી. એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેચવામા આવ્યા પણ ખેડૂતોની લધુતમ ટેકાના ભાવ(એમ.એસ.પી)ની ગેરંટની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી...
કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમાં કોઈ જાહેરાત થઈ નથી. સરકારની ગત વર્ષોની બહુચર્ચીત ઈ–નામ યોજના તેમજ હાલના કાર્યરત માર્કેટ યાર્ડોના વિકાસ માટે પણ કોઈ વિશેસ જાહેરાત કરાઈ નથી. ખાસ કરીને સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નથી, સરકારનો આ દાવો પોકળ સાબીત થયો છે. ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેફામ ભાવ વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમાં ધટાડો થયો છે. ખાતરોનો ભાવ નિયંત્રીત કરવા અંગે કોઈ નકકર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સરકારનું બજેટ વર્ષ ૨૦૨૨-૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે. તેવુ તેમણે જણાવ્યું છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W